Satya Tv News

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ પાસે 23 વર્ષીય યુવતીએ અજય તોલાણી નામના વ્યક્તિને સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપી અજય તોલાણીએ યુવતીનું કાંડુ પકડી તેને માર માર્યો હતો. તેટલું જ નહીં, તેના પર નિર્લજ્જ હુમલો પણ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

તેઓ કહે છે કે, ‘હું ગત 26 જૂન 2023ના રોજ હું મારી નોકરી ઉપર જતી હતી ત્યારે સવારના 10:00 વાગ્યાના અરસામાં અજય મારો પીછો કર્યો હતો અને મને સાઈડમાં ઉભી રખાવી કહ્યું હતું કે, કેમ મારી સાથે બોલતી નથી? તો સાથે જ મારા હાથનું કાંડુ પણ પકડી લીધેલું હતું. જે કાંડુ છોડી દેવાનું કહેતા અજય મને ઝાપટ પણ મારી હતી તેમ જ મારા ડાબા પગના પોચા ઉપર પાટા મારી મુંઢ માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હું મારો હાથ છોડાવી મારું મોટરસાયકલ લઈ ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ મેં સમગ્ર મામલાની જાણ મારા પિતાને કરી હતી.

error: