Satya Tv News

રેતી ભરેલ ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માત
આંખે આખો પરિવાર રેતી નીચે દટાઈ ગયો
મહિલા સહિત બાળકનું નીપજ્યું મોત
બાઇક ચાલકનો થયો આબાદ બચાવ
ઘટનાને પગલે ડમ્પર ચાલક ભાગી છૂટ્યો
મૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી હાથધરી
પરિવાર ક્યાંનો હતો તેની તાપસ હાથ ધરી

ડભોઇ તાલુકાના કરનેટ ગામ નજીક ઓરસંગ નદીના બ્રીજ પાસે વળાંકમાં અચાનક એક રેતી ભરેલ ડમ્પર પલટી મારી જતા બાજુમાં બાઇક ઉપર જઈ રહેલા પરિવાર રેતીમાં દટાઈ જતા એક મહિલાનું ઘટના સ્થળે ને બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો .

ડભોઇ તાલુકા પંથકના ઓરસંગ નદી કિનારાના ગામો માંથી નીકળતી અને ઓવર લોડ રેતી ભરી પૂર્ણ ઝડપે દોડતું ડમ્પર મોત નું જોખમને કારણે રોડ ઉપર નીકળતા વાહન ચાલકોને ભયની અનુભૂતિ કરાવે છે .આજે બનેલી ઘટનામાં ડભોઇ તાલુકાના કરનેટ જ્યાં રેતી ખનનનું હબ ઘણવામાં આવે છે. રેતી ભરી ઓરસંગ નદીના બ્રિજ પાસેના વળાંક પાસે અચાનક ડમ્પર પલટી મારી ગયું હતું. આ ઘટના સમયે ડમ્પરની બાજુ માંથી પસાર થતી એક બાઇક જેની પર આખો પરિવાર ડભોઇ તરફ આવી રહ્યો હતો. અચાનક ડમ્પર પલટી મારી જતા આંખે આખો પરિવાર ડમ્પર મા ભરેલ રેતી નીચે દટાઈ ગયો, જેમાં એક મહિલા અને આશરે દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો, તો બાઇલ ચાલક નો આબાદ બચાવ થયો છે .સમગ્ર ઘટનાને પગલે ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો. હાલ ડભોઇ પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ. અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર પરિવાર કયાનો હતો, અને કોણ હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: