રાજકોટના આજીડેમમાં ઝંપલાવી યુવકે કર્યો આપઘાત, ઓનલાઇન તીનપત્તી ગેમમાં યુવક એક લાખથી વધુ ગુમાવ્યા, માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત
રંગીલા રાજકોટમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક યુવકે વિડીયો બનાવી આજી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ યુવકે આપઘાત કરતાં પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેણે ઓનલાઈન તીનપત્તી ગેમમાં લાખો રૂપિયા ગુમાવ્યાનું કહ્યું છે. આ સાથે માત્ર ગેમમાં પૈસા હારી જવાનું નહીં પણ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરું છું તેવું વિડીયોમાં સંભળાઈ રહ્યું છે