Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ. મશીનરીને લગતા કામકાજમાં ફાયદો.ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને. સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા કામ મળે. સાથી કર્મચારી અને સહયોગીથી લાભ. મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું. મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. ચંચળ સ્વભાવને સરળ બનાવો. કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થાય.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો. સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે. તબિયત બાબતે કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામમાં યશ મળશે. લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે. જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે. કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે. પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે. નોકરી-ધંધામાં લાભ થશે. ભાગીદારીથી મનમુટાવ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી. વેપાર-ધંધામાં મહેનત વધશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે.

શુભાંક – આજનો શુભ અંક છે 2
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

error: