Satya Tv News

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર”, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ગુરુદેવ મય, સવારથી મંદિરો અને આશ્રમોમાં ભક્તોની લાંબી લાઇનો, ઠેર ઠેર મહાપ્રસાદના આયોજન.

  • આજે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી 
  • આશ્રમો અને મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી
  • સવારની આરતીથી લઈ બપોરે મહાપ્રસાદના ઠેર ઠેર આયોજન

આજે ગુરુપૂર્ણિમા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુરુઓના આશ્રમો અને મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી છે. ગુરુના દર્શન માટે લાઈન લાગી છે. સવારની આરતીથી લઈ બપોરે મહાપ્રસાદના ઠેર ઠેર આયોજન થઈ રહ્યા છે. રાજકોટનું ગુરુદેવ રણછોડદાસ બાપુનું આશ્રમ હોય કે વીરપુર હોય કે ગધેથળ હોય કે પછી સાળંગપુર મંદિર હોય તેમાં અલગ અલગ આશ્રમ અને મંદિરોને પણ શણગાર કરવામાં આવ્યા છે અને ગુરુઓની મૂર્તિને પણ શણગારવામાં આવી છે સાંજે ઠેર ઠેર મહાપ્રસાદના આયોજન પણ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં આજે ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિતે રણછોડદાસ આશ્રમ ખાતે ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ ભક્તો રણછોડદાસજી આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે. 
રણછોડદાસ આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક પૂજા વિધિઓ કરવામાં આવી રહી છે. 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે કષ્ટભંજન દાદાને ગુરુપૂર્ણિમા નિમિત્તે સુવર્ણ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. ગુરુ પૂર્ણિમાને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે. મંદિરે આવતા તમામ ભક્તો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. બોટાદના મુસ્લિમ આગેવાને સાળંગપુર કષ્ટભંજન મંદિરના કોઠારી સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુસ્લિમ આગેવાન મહંમદભાઈએ સ્વામીને ગુરૂ ધારણ કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરી હતી અને દેશમાં તમામ લોકોએ ભાઈચારો રાખવા મુસ્લિમ આગેવાને સંદેશો આપ્યો હતો.

રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયામાં યોગદા સત્સંગ આશ્રમમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. વડિયા સુરવોડેમમાં આવેલા સરવાનંદબાપુના આશ્રમ ખાતે આસપાસ તેમજ શહેરના લોકો પહોંચી રહ્યા છે.  ભક્તો ગુરુના ચરણમાં જળાભિષેક કરી ગુરુપૂજન અને સત્સંગ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજે ગુરુપૂર્ણિમાના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારી ભીડ જોવા મળી રહી છે. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જોવા મળી રહ્યા છે. આજે ગુરુપૂર્ણિમા દિવસે અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે માતાજીની મંગલા આરતી વહેલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક આજે શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો. 

દરેક વ્યક્તિના જીવનમાં બદલાવ માટે ગુરુનું અનોખું મહત્વ હોય છે. આજે ગુરુ પુનમ નિમિત્તે ભક્તો ગુરુના દર્શન કરવા પહોંચ્યા છે. હિંમતનગરના કાંકણોલ પાસે આવેલા નરસિંહ ધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ગુરુના દર્શન કરવા દેશ વિદેશથી ભક્તો ગુરુપૂર્ણિમાં નિમિત્તે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવી છે. 

error: