Satya Tv News

ગ્રેટર નોઈડામાં ગેરકાયદે રહેતી એક પાકિસ્તાની મહિલા અને તેના ચાર બાળકોની પોલીસે અટકાયત કરી છે. પબજી રમતી વખતે મહિલાને એક ભારતીય યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. તે તેના બોયફ્રેન્ડને મળવા માટે ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી. પોલીસે મહિલાના પ્રેમીની પણ ધરપકડ કરી છે, જેણે તેને છુપાવી રાખી હતી. મહિલાને ગ્રેટર નોઈડામાં ભાડાના મકાનમાં રાખવામાં આવી હતી. ગ્રેટર નોઈડાના ડીસીપી સાદ મિયા ખાને જણાવ્યું હતું કે, “પાકિસ્તાની મહિલા અને સ્થાનિક પુરુષને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.” મહિલાના ચાર બાળકો પણ પોલીસ કસ્ટડીમાં છે.

પબજી ગેમ રમતી વખતે એક 30 વર્ષીય પાકિસ્તાની મહિલા ભારતીય યુવકના સંપર્કમાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગેમ રમતી વખતે બંને વચ્ચે દોસ્તી થઈ હતી. તેમણે કહ્યું કે મહિલા અને તેના બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. એકવાર પૂછપરછ પૂરી થયા પછી વધુ માહિતી શેર કરી શકાય છે.

error: