ખેતેશ્વર ભવન પાસે ગંગામાં સ્નાન કરતી વખતે જોરદાર કરંટને કારણે વહેવા લાગ્યો અને વોટર પોલીસના મરજીવાએ કર્યું દિલધડક રેસ્ક્યૂ
નદીમાં ડૂબતા કાવડિયાઓનું LIVE રેસ્ક્યૂ
‘દેવદૂત’ બનેલા પોલીસ જવાનને સલામ
કાવડયાત્રા દરમ્યાન હરિયાણાનો યુવક તણાયો હતો નદીમાં
ઉત્તરાખંડના વોટર પોલીસના મરજીવાએ બચાવ્યો જીવ
ગંગામાં ડૂબતા 2 કાવડિયાઓ માટે હરિદ્વાર પોલીસ ‘દેવદૂત’ બની હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હરિદ્વાર કાવડયાત્રાનો વિધિવત પ્રારંભ દરમિયાન એક વિડીયો વાયરલ થયો છે. હાલ હરિદ્વારમાં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ઉત્તરાખંડ પોલીસ દ્વારા પાણ કહેવામાં આવ્યું છે કે, કાવડયાત્રા 2023માં દેવભૂમિ ઉત્તરાખંડમાં આવનારા તમામ શિવભક્તોનું સ્વાગત અને અભિવાદન કરે છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં કાવડયાત્રા દરમિયાન હરિયાણાનો એક યુવક ખેતેશ્વર ભવન પાસે ગંગામાં સ્નાન કરતી વખતે જોરદાર કરંટને કારણે વહેવા લાગ્યો હતો. આ તરફ ઘટનાને લઈ તાત્કાલિક અસરથી ઉત્તરાખંડના વોટર પોલીસના મરજીવા સની કુમારે નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને ખેંચી લીધો હતો. તેને સલામત રીતે બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. હાલ આ દિલધડક રેસ્ક્યૂનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.