Satya Tv News

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતોની ઘટના સામે આવી હતી જેને પગલે એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તેમજ અંકલેશ્વર તરફ્થી અવર-જવર કરતાં ભારે વાહનો લકઝરી બસો, ટ્રકો જેવા મોટા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી ભારે,અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે.જેને પગલે આજથી એક મહિના માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનો પસાર કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.આ બ્રિજ ઉપરથી જેવાં કે એમબ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનોને અને એસ.ટી બસોને મુકિત આપવામાં આવે છે.જ્યારે જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

error: