Satya Tv News

કર્ણાટક હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરતાં કહ્યું કે નવરી બેસીને પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે

અલગ થયા બાદ પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે
ઘર ચલાવવા પત્નીએ કામ તો કરવું જ જોઇએ
ફક્ત મદદ યોગ્ય ભથ્થું જ લઈ શકાય

અલગ થયા બાદ પત્ની કામ ન કરે અને પતિ પાસેથી આખું નિર્વાહ ભથ્થું માગી શકે કે નહીં તે અંગે હાઈકોર્ટે એક ખૂબ મજાની વાત કરી છે. ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી પર કર્ણાટક હાઈકોર્ટે એવું કહ્યું કે પત્ની નવરી બેસીને પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે, આવી મહિલાઓ રોજીરોટી માટે કામ પણ કરવું જોઈએ.

કોર્ટનું કહેવું છે કે પત્ની ફક્ત મદદ યોગ્ય ભથ્થાની માંગ કરી શકે છે. મહિલા તરફથી હાઈકોર્ટમાં ભરણપોષણ અને વળતરની રકમ ઘટાડવાના સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે મહિલાને આપવામાં આવતા ભથ્થાની રકમ 10,000થી ઘટાડીને 5,000 રુપિયા તથા વળતર 3 લાખથી ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે વળતર ઓછું છે અને કોર્ટે કોઈ ખુલાસો આપ્યા વિના તેમાં ઘટાડો કર્યો છે.

આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ રાજેન્દ્ર બદામીકરને જાણવા મળ્યું કે મહિલા લગ્ન પહેલા કામ કરતી હતી પરંતુ પતિથી અલગ થઈને રહેતા તે કોઈ કામ કરતી નહોતી, આખો દિવસ નવરી જ રહેતી હતી. જસ્ટીસે કહ્યું કે આ મહિલાએ કામ કરવું જોઈએ, તેણે પતિ પાસેથી સંપૂર્ણ ભરણપોષણ ન માગવું જોઈએ. તે કાયદેસર રીતે આજીવિકા માટે કામ કરવા માટે બંધાયેલી છે અને તેના પતિ પાસેથી ફક્ત મદદ યોગ્ય ભરણપોષણ માંગી શકે છે. આ મહિલા પોતાની સાસુ અને અપરિણીત નણંદ સાથે રહેવા તૈયાર ન હોવાનું પણ હાઇકોર્ટે શોધી કાઢ્યું હતું. કોર્ટનું કહેવું છે કે પ્રોવિઝન સ્ટોર ચલાવનાર પતિ પર તેની માતા અને અપરિણીત બહેનની પણ જવાબદારી છે.

error: