Satya Tv News

ડીસાના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તો ને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ જાણવી મળતી વિગતો મુજબ પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે સગા પિતાએ તેમના જ સંતાનોને કયા કારણોસર દવા પીવડાવી એ કારણ હજી જાણવા મળ્યું નથી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના માલગઢ ગામે એક વાલ્મિકી પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. માલગઢ ગામે રહેતા નગુ વાલ્મિકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ ગત રાત્રે નગુ વાલ્મિકી તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરા સહિત સાત લોકોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ દોડી આવ્યા હતાં અને તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતાં.

સામૂહિક આત્મહત્યા થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ સહિતની ટીમ તાત્કાલિક માલગઢ ખાતે પહોંચી હતી, અને તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં પિતા અને એક પુત્ર ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

error: