Satya Tv News

દેશભરમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ છે

છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ મોંઘવારીએ માધ્યમ વર્ગીય લોકો, વેપારીઓ અને દુકાનદારોને પરેશાન કરી દીધા છે. હવે મોંઘવારીની અસર ખેડૂતો સુધી પણ પહોંચવા લાગી છે. કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ટામેટાંની ચોરી થઈ હતી. પીડિત ખેડૂતે અંદાજના આધારે જણાવ્યું છે કે તેના ખેતરમાંથી લગભગ 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ છે.

મહિલા ખેડૂત ધરાનીએ લગભગ બે એકર જમીનમાં ટામેટાંની ખેતી કરી છે. તેણે જણાવ્યું કે 4 જુલાઈની રાત્રે તેના ખેતરમાંથી લગભગ 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. બેંગલુરુમાં ટામેટાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તે જોઈને તે પણ તેના પાકને સારી કિંમતે વેચીને નફો મેળવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ કોઈએ તેની યોજના પર પાણી રેડી દીધું હતું.

ધરાનીએ કહ્યું, ‘આ વર્ષે કઠોળની ખેતીમાં અમને મોટું નુકસાન થયું છે. અમે ટામેટાની ખેતી માટે લોન લીધી હતી. અમારો પાક સારો હતો અને ભાવ પણ ખૂબ સારા હતા. ચોરોએ અમારા ખેતરમાંથી લગભગ 50થી 60 બોરી ટામેટાંની ચોરી કરી હતી. એટલું જ નહીં ચોરોએ અમારા ખેતરોમાં ઉભા પાકને પણ બરબાદ કર્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટામેટાની ચોરીના આ મામલામાં હલબીદૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.

error: