રીક્ષામાં પડી ગયેલ ૧૫ હજાર રૂનો મામલો
રૂ.મારા પોતાના છે કહી કર્યો ઝઘડો
બે કોમના એક જૂથ વચ્ચે મારામારી
તા.પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના પાંચભાયા ફળિયામાં રીક્ષામાં પડી ગયેલા રૂપિયા મુદ્દે બે કોમના એક જૂથ વચ્ચે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના મોરા ફળિયામાં રહેતા સોહેલ ઈસ્માઈલ જાદવના પિતા ગત તારીખ-૪થી જુલાઈના રોજ અંકલેશ્વર શાક માર્કેટમાં ખાતર અને બિયારણ લેવા ગયા હતા ,જેઓ પરત રીક્ષામાં સવાર થઇ ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન રીક્ષામાં ૧૫ હજાર રોકડા પડી જતા રીક્ષા ચાલકે તેઓને પરત કરી દીધા હતા. જે બાદ ગામના પાંચભાયા ફળિયામાં રહેતા સઉદ યાકુબ સરીગત તેઓના ઘરે આવ્યા હતા ,અને ૧૫ હજાર રૂપિયા પોતાના હોવાનું કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. જે બાદ સોહેલ જાદવ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ કંપનીમાં નોકરી પર જતો હતો, તે વેળા પાંચભાયા ફળિયામાં સઉદ યાકુબ સરીગત,યુસુફ યાકુબ સરીગત,યાકુબ સરીગતએ અટકાવી ઝઘડો કરી આવેશમાં આવી ગયેલા ત્રણેય ઈસમોએ સોહેલને માર મારી રહ્યા હતા ,તે વેળા ઇમરાન અને અઝહરને વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ માર માર્યો હતો.જયારે સામે પક્ષના સઉદ યાકુબ સરીગતએ તાલુકા પોલીસ મથક ખાતે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ ભાઈ યુસુફ રીક્ષામાં સવાર થઇને જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓના પડી ગયેલ રૂપિયા રૂપિયા ઈસ્માઈલ ઉર્ફે દાઢી જાદવ પાસે લેવા ગયા હતા ,તે વેળા ઈસ્માઈલ જાદવ,સોહાલે ઈસ્માઈલ,ઇમરાન ઈસ્માઈલ.અઝહર મોહમંદ જાદવ ઝઘડો કરી મારામારી કરી હતી મારામારી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર