Satya Tv News

રેડ કલરથી કરેલા સર્કલમાં મરેલી માખી છે.

મળતી વિગત પ્રમાણે બુધવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં મારામારીની ઘટના ઘટી હતી. આદિપુરના અંતરજાળની ઓમ રેસિડેન્સીમાં રહી ગાંધીધામમાં સેલ્સ એજન્સી ચલાવતો 30 વર્ષિય ભાવેશ ઠક્કર તેના મિત્ર પાર્થ ઠક્કર જોડે ગાંધીધામની બજારમાં આવેલી બિન હરીફ દાબેલી નાસ્તા હાઉસ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તેમણે કડક ભેળનો ઓર્ડર આપ્યો હતો. બે ચમચી ભેળ ખાધાં બાદ અંદર મરેલી માખી જોવા મળતાં તેમણે કાઉન્ટર પર બેઠેલાં દુકાનદાર ને ફરિયાદ કરી હતી. સોહિતે તેમની ફરિયાદ અંગે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, માખી કાઢીને ફેંકી દો અને ભેળ ખાઈ જાઓ. તેના આવા ઉડાઉ જવાબથી ભાવેશ અને પાર્થે નારાજગી દર્શાવી ફૂડ ઈન્સ્પેક્ટરને જાણ કરીશું તેમ કહી ભેળનો વીડિયો રેકોર્ડીંગ કરવા લાગ્યા હતાં. જેથી સોહિત અને તેના પિતા હિતેશે તેમના હાથમાં રહેલી ભેળની ડિશ બળજબરીથી પડાવી લેવા પ્રયાસ કર્યો હતો.

પિતા-પુત્ર અને સ્ટાફે ગ્રાહક પાર્થ ઠક્કરને ધોકા લાકડીથી માર્યો.

ડિશ ના આપતાં બાપ બેટો અને સ્ટાફના બે જણાં તેમના પર ધોકા વડે તૂટી પડ્યાં હતાં. ચારે જણે બેઉના માથામાં ધોકા માર્યા હતા અને ફોન તોડી નાખ્યો હતો. તેમના હુમલાથી ડરીને પાર્થ ઠક્કર ત્યાંથી નાસી જતા ચારેય જણાએ પીછો કરી રોડ પર સરાજાહેર ધોકાથી માર મારી તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.

દુકાનદાર સામે મારામારીની ફરિયાદ નોંધાતા પુત્ર સામે મારામારી કર્યાંની વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું કે, ભેળમાં મરેલી માખી હોવાથી તેમને નાસ્તાની નવી ડિશ પીરસવા અથવા નાસ્તો ના કરવો હોય તો નાણાં પરત આપી દેવા તૈયારી દાખવી, પરંતુ ગ્રાહક બેઉ જણે ઉશ્કેરાઈને નાસ્તાની ડિશ ફેંકી દઈ કાઉન્ટર પર રહેલી ઠંડા પીણાંની બાટલીઓમાં તોડફોડ કરી હતી. પાર્થ બહારથી ધોકો લાવીને બાપ બેટાને મારવા લાગ્યો હતો. મારામારીમાં બાપ-બેટાએ પહેરેલી સોનાની ચેઈન ક્યાંક પડી ગઈ હોવાનું જણાવ્યું છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આ અંગે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પહેલી ફ્રેમમાં શખસ મોબાઈલ ઉઠાવી તોડતો નજરે પડે છે. બીજી ફ્રેમમાં રસ્તા પર મોબાઈલના ટુકડા નજરે પડે છે.

પહેલી ફ્રેમમાં શખસ મોબાઈલ ઉઠાવી તોડતો નજરે પડે છે. બીજી ફ્રેમમાં રસ્તા પર મોબાઈલના ટુકડા નજરે પડે છે.

ઘટનાસ્થળે લોકટાળા એકઠાં થયા.
error: