અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઇ 108 ફસાઈ ગઈ, સમયસર 108 ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત
સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નહી
પાણી નિકાલની વ્યવસ્થા વગર જ બ્રિજ બનાવી દેવાયો
અંડરબ્રિજમા પાણીના કારણે 108 સમયસર ન પહોચી શકી
108 મોડી પડતા મહિલા દર્દીએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે, એક મહિલા બેભાન થતા 108 બોલાવાઈ હતી. જોકે 108 સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય ત્યાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં 108 સમયસર ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત થયું છે.
સુરેન્દ્રનગરમાં વરસાદ વચ્ચે તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા વગર જ બ્રિજ બનાવી દેવાયો હોઇ અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. આ તરફ અંડરબ્રિજમા પાણીના કારણે 108 સમયસર ન પહોચી શકતા મહિલા દર્દીએ જીવ ગુમાવ્યો છે.
સુરેન્દ્રનગરના લખતર, લીલાપુર, પાટડીને જોડતો રેલવેનો અંડર બ્રિજ જોખમી બન્યો છે. નોંધનીય છે કે, ગઈકાલે સ્કૂલ બસ પાણી ફસાઈ ગઈ હતી. લખતર થી લીલાપુર પાટડીવાળો રસ્તો પાંચ ગામને જોડતો આ રસ્તો હવે જોખમી બન્યો છે. ગઈકાલે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાયા બાદ પણ તંત્ર ન જાગતા આજે 108 ફસાઈ હતી. જેમાં લીલાપુરના મહિલા દર્દી બેભાન થતા 108 ઇમરજન્સીને કોલ કર્યો હતો. જોકે 108 એમ્બ્યુલ્સ અંડર બ્રિજ પાસે અટવાઈ ગઈ અને બ્રિજમાં પાણી ભરેલા હોવાની 108 પહોચી શકી નહી. જે બાદમાં મહિલાનું મોત થયું છે.