મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો છે, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરે શિન્દે જૂથ જોઇને કરી લીધુ છે.
નીલમ ગોર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નેતા છે. તે 2002થી સતત વિધાન પરિષદમાં ચૂંટાઈ રહી છે. વર્ષ 2002, 2008, 2014 અને 2020માં ચારવાર વિધાન પરિષદમાં ચૂંટાયા. 7 જુલાઈ 2022થી, તે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ છે.
બીજીબાજુ NCP જૂથના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે 6 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો છે. તેમને શરદ પવાર સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 5 જુલાઈની બેઠકમાં શરદ પાવરને 18 ધારાસભ્યોનું સમર્થન હતું. જો આ દાવામાં કોઈ યોગ્યતા હશે તો અજિત પવારને મોટો ફટકો લાગશે.
–