Satya Tv News

કસ્ટોડિયન કમીટીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આક્ષેપોને ફગાવી તેની વિગતવાર સ્પષ્ટતા કરી છે.

તાજેતરમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા ગણેશ સુગર વટારીયાની ચાલુ કસ્ટોડિયન કમિટી ઉપર સંસ્થાના પેટ્રોલ ડીઝલ પંપ ઉપર કર્મચારીઓની બદલી કરી ગેરવહીવટ આચરી ડીઝલમાં ૧૦ લાખ રૂપિયાની ગટ ઊભી કરી કૌભાંડ કરેલ છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંદીપ માંગરોલાના આક્ષેપ સામે કસ્ટોડિયન કમિટીએ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ કરતા જણાવેલ કે સંસ્થા આઈઓસીએલનો રિટેલ આઉટલેટ પંપ ધરાવે છે, જે પંપ ઉપરથી સંસ્થાના વાહતુક થકી શેરડી પૂરી પાડતા ટ્રાન્સપોર્ટરોના વાહનો અને બાહ્ય વાહનોને ડીઝલનું વેચાણ કરવામાં આવે છે. ગણેશ સુગરના શેરડી ટ્રાન્સપોર્ટરો દ્વારા ગત તા.૨૦-૧-૨૩ની એક અરજી કમિટીને આપી જણાવ્યું હતું કે પંપ ઉપરના કર્મચારીઓ ડીઝલ ભરવામાં ડ્રાઇવરો સાથે મીરાપીપણા હેઠળ ગેરરીતી કરે છે, જેથી પંપ ઉપરના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને બદલવાની વિનંતી કરવામાં આવતા કસ્ટોડિયન કમિટી દ્વારા પારદર્શક વહીવટ થાય તે માટે કર્મચારીઓની બદલી કરી હતી. ડીઝલ પંપ ઉપર કામ કરતા કર્મચારીની તા. ૭.૫.૨૩ ની ડીપી મુજબ સ્ટોક રિપોર્ટમાં ૬૪૧૨ લીટર ડીઝલની ઘટ જોવા મળેલ જેના અનુસંધાને ૧૮.૫.૨૩ ના રોજ મિટિંગમાં ૬૪૧૨ ડીઝલ ઘટ નિયમ મુજબ ન હોય મંજૂર કરેલ નથી અને એ અંગે આગળની તપાસ કરવા માટે ઠરાવવામાં આવ્યું હતું. તારણ મુજબ ટેકનીકલ ખામીઓ તથા કર્મચારીઓની નિષ્કારજી અને ફરજ પ્રત્યેની બેદરકારી માલુમ પડેલ જેથી તપાસ કાર્યવાહીના ભાગરૂપે પંપ ઉપર કામ કરતા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવેલ હતી, ઉપરાંત ટેન્કરના સપ્લાય બાબતે તારણને ધ્યાને લઈ આઇઓસીએલ કંપનીના સેલ્સ ઓફિસરને ૬.૬.૨૩ ના રોજ ઇ-મેલથી હાલમાં ડીઝલ તથા પેટ્રોલની ડીલીવરી કરતા ટેન્કરને તાત્કાલિક બદલી અન્ય ટ્રાન્સપોર્ટની ગાડી મારફત સપ્લાય કરવા વિનંતી કરેલ હતી, પરંતુ આઇઓસીએલ કંપની તરફથી પણ જોઈએ તેવો ત્વરિત સપોર્ટ મળવા પામ્યો નથી, સંસ્થા દ્વારા કરવામાં આવતી ફરિયાદ દ્વારા સૂચનો ઉપર તાત્કાલિક પગલા ભરવામાં કંપની દ્વારા આવતા નથી. કર્મચારીઓ દ્વારા ટાંકીમાંથી સ્ટોક લેવામાં આવે છે તેમાં ટાંકી નંબર ૨ માં થી લેવાયેલ ડીપ તા.૩.૩.૨૩ ના રોજ ૩૦૩૨ ડીઝલ ઘટ જોવા મળેલ તથા ૧૦.૩.૨૩ ના રોજ ૪૬૫૭ લીટર ડીઝલ ઘટ જોવા મળેલ હતી, આ દિવસોએ રોજીંદી ડીપ ઘટ ના પ્રમાણ કરતાં અચાનક આટલી મોટી ઘટ જોવા મળેલ હોય આ ઘટના આગળના દિવસોની ખેંચાઈ આવતી હોય એમ બની શકે છે, જેથી આ બાબતે પણ કર્મચારીઓની નિષ્કારજી બહાર આવી હતી આઇઓસીએલના સેલ્સ ઓફિસરની ૨૭.૫.૨૩ ની વિઝીટ દરમિયાન નિયમ કરતા ડીઝલમાં વધુ પડતી ઘટ જોવા મળતા આઇઓસીએલ દ્વારા તા.૧૪.૬.૨૩ ના રોજ આઇઓસીએલની એજન્સી એન એ એન્ટરપ્રાઇઝને જરૂરી ચેકિંગ કરવા વર્ક પરમીટ જારી કરવામાં આવેલ, જે મુજબ એન એ એન્ટરપ્રાઇઝ દ્વારા સંસ્થાના પંપની મુલાકાત લઈ અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન પ્રેશર ગેજ દ્વારા ચેક કરતા ડીઝલની ટાંકી નંબર ૨ થી યુનિટ નંબર ૧ તથા ૨ માં સપ્લાય થતી ડીઝલની પાઇપલાઇનમાં લીકેજ માલુમ પડેલ છે, ડીઝલનું વેચાણ ટાંકી નંબર ૩ અને તેની સાથે જોડાયેલ યુનિટ નંબર ૩ ઉપરથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, તેમજ જે કંઈ પણ ઘટ જોવા મળી છે તે ટાંકી નંબર ૨ તથા તેની સાથે જોડાયેલા યુનિટ નંબર ૨ માંથી થયેલ વેચાણમાં જોવા મળેલ છે અને જે પાઇપલાઇનમાં લીકેજ થવાથી બનવા પામેલી છે, જે અંગે આગળની જરૂરી કાર્યવાહી કરવા આઇઓસીએલને જાણ કરવામાં આવેલ છે, આમ જે કંઈ ઘટ જોવા મળેલ છે એ કર્મચારીઓની નિષકાળજી અને ફરજ પ્રત્યેની બેકદરકારી તથા પાઇપલાઇન લીકેજના કારણે ઉદભવા પામેલી છે. કસ્ટોડિયન કમિટી દ્વારા ગેર વહીવટ કે ભ્રષ્ટાચાર આચરવાની બાબતનો કોઈ ઉદ્દેશ આ અંગે ફલિત થતો નથી આમ જણાવી ગણેશ સુગર વટારીયાના કમિટીના મેનેજિંગ ડિરેક્ટ દ્વારા સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને તદ્દન પાયા વિહોણા ગણાવી તેને ફગાવી કાઢ્યા છે.

error: