ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર 10 જુલાઈના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે.
- તમામ ગ્રહનું અલગ અલગ મહત્ત્વ
- ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે
- આ રાશિના જાતકોને થશે છપ્પરફાડ લાભ
- જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહનું અલગ અલગ મહત્ત્વ છે. તમામ ગ્રહ એક નિશ્ચિત અવધિ પૂર્ણ કર્યા પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર 10 જુલાઈના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પહેલેથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે અને ચંદ્ર સાથે મળીને યુતિનું નિર્માણ કરશે. બે ગ્રહો એક રાશિમાં આવે તો શુભ અથવા અશુભ પરિણામ પ્રદાન કરે છે. ચંદ્ર અને ગુરુની યુતિને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે.
- મેષ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો પર સારી અસર થશે. વેપારીઓના જીવનમાં સફળતાના દિવસો શરૂ થશે. આ
- મન શાંત રાખો અને કોઈ કામની શરૂઆત કરો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરમાં સારું વાતાવરણ રહેશે.
- કર્ક
- ગુરુ અને ચંદ્રની યુતિથી આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક લાભ થશે, કમાણીના નવા રસ્તાઓ ખુલશે. પરિવારના સભ્યોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. માનવામાં આવે છે કે, રિલેશનશીપ સાથે સંબંધિત તણાવ દૂર થશે અને નસીબનો સાથ મળશે તથા ધનપ્રાપ્તિનો પ્રબળ યોગ બનશે.
- ધન
- ચંદ્ર અને ગ્રહની યુતિના કારણે ધન રાશિના જાતકોના જીવન પર સારી અસર થશે. ધન રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ છે. જે પણ કામ અટકેલ છે, તે કામ પૂર્ણ થશે. તમે કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાયેલ છે, તો તે કાર્યમાં સફળતા મળશે. ઘરેલુ કામકાજ પૂર્ણ કરવા માટે બાળકોની સહાયતા મળશે. પ્રેમ અને રોમાન્સ મામલે લોકો લકી રહેશે.