Satya Tv News

સુરત ગ્રામ્ય પોલીસનું માનવતા ભર્યું અભિગમ
આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ
પરિણીતાને આત્મહત્યા કરતા પહેલા ઘરે પહોંચી
પરિવારજનોએ ગ્રામ્ય પોલીસનો માન્યો આભાર

સુરત જિલ્લા ના મહુવા તાલુકાના ઘડોઇ ગામની એક પરિણીતા એ પોતે આત્મહત્યા કરવાની હતી. અને આત્મહત્યા કરવા પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. ગ્રામ્ય પોલીસના સાયબર સેલ ને ધ્યાન પર આવતા તાત્કાલિક પરણીતાનું લોકેશન ટ્રેસ કરી આત્મહત્યા કરે તે પહેલા પોલીસ ઘરે પહોંચી ગઈ હતી .અને જરૂરી ચીજ વસ્તુઓ આપી એક માનવતાનું ઉત્તમ કાર્ય પૂરું પાડ્યું હતું.

1 આમ તો ખાખી માટે સૌ કોઈ એક જ નજરથી જોતા હોય છે. પરંતુ આ જ ખાખી નું બીજું એક પાસુ સુરત જિલ્લાની માં જોવા મળ્યું હતું. જેમાં સુરત ગ્રામ્ય પોલીસે એક પરણીતાને આત્મહત્યા કરતા તો અટકાવી. પરંતુ સાથે સાથે પારિવારિક રીતે મદદ પણ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના એ હતી કે સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના આ ઘટના બની હતી . મહુવા તાલુકાના ઘડોઈ ગામે એક પરિણીતાએ આજે પોતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરનાર હોવાનું જણાવીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જોકે આ પોસ્ટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ ને ધ્યાને આવી હતી. પોલીસે તપાસ કરતા આ પરિણીતા સુરત જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પરણીતાના સોશિયલ મીડિયા ના એકાઉન્ટ પરથી નંબર મેળવી તેનો સંપર્ક કરવાનો શરૂ કર્યું હતું. અને વાતચીત કરતા આ પરણેતાનું લોકેશન સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ હોવાનું સામે આવ્યું હતું. કારણ એ સામે આવ્યું કે પરણીતાના પતિ નું સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ હોવાને કારણે પોતાના ઘરમાં પરણીતા તેમજ તેની સાસુને ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ નહીં લાવી ખાવા પીવાનું પૂરતું અનાજ પણ નહીં ભરાવતા હોવાની રજૂ કરી હતી. જેથી એક સમયે આત્મહત્યા કરવા પ્રેરાયેલ પરણેતા પોલીસનો આ માનવતા ભર્યું સ્વરૂપ જોઈને પણ ભાવવિભોર બની હતી અને પરણીતા તેમજ તેના પરિવારજનો એ પણ સુરત ગ્રામ્ય પોલીસનો આભાર માન્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત

error: