Satya Tv News

ST બસનો ડ્રાઈવર કન્ડકટર નશામાં ધૂત
ST બસ અથડાવતા ડ્રાઈવરની પોલ ખુલી
ડ્રાઈવર કન્ડકટરના નશાની ખુલી પોલ
પોલીસ દ્વારા ડ્રાઈવરનું મેડિકલ ચેકઅપ કરાયું

મહુવા તાલુકાના વલવાડા ગામે ઉનાઈ થી નવસારી જતી નવસારી ડેપોની એસ.ટી.બસ ના ડ્રાઈવર કન્ડકટર દારૂના નશામાં હોય અને ડ્રાઈવર દ્વારા રોડની સાઈડમાં ઉભેલ ટેમ્પા ને એસ.ટી.બસ અથડાવી દેતા ડ્રાઈવર કન્ડકટર ના નશાની પોલ ખુલી જવા પામી હતી.

ટેમ્પા ને તો કોઈપણ નુકસાન થવા પામ્યું ના હતું, પરંતુ એસ.ટી.બસ ઉભી રહેતા જ એસી.ટી.બસ નો ડ્રાઈવર દારૂના નશામાં એટલો ચકનાચૂર હતો ,કે એને બોલવા કે ચાલવાનું પણ ભાન હતું નહીં ,જેથી સ્થાનિકો દ્વારા બસમાં સવાર મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ નહિ તે માટે બસ ત્યાં જ અટકાવી દીધી હતી.અને મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એ.બારોટ દ્વારા તરત એક્શન મોડમાં આવી ઘટના સ્થળે પોલીસ સ્ટાફને મોકલી આપ્યા હતા.મહુવા પોલીસ દ્વારા બસમાં બેઠેલ ડ્રાઈવર કન્ડકટર ના બ્રેથ એનેલાઈઝ મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી.ત્યાર બાદ મહુવા પોલીસ દ્વારા ડ્રાઈવર કંડકટર ને મહુવા પોલીસ મથકે લઈ જઈ મેડિકલ ચેકઅપ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે એસી.ટી.બસ માં ડ્રાઈવર નશામાં ધૂત હોય ત્યારે અંદર સવાર 50 થી વધુ મુસાફરો નો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે.આજે તો વલવાડા પંથકની જાગૃત જનતાના કારણે લોકોનો જીવ બચી જવા પામ્યો છે પરંતુ સલામત સવારી કેટલી સલામત છે તે સ્પષ્ટ પ્રતિત થઈ ગયું છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: