Satya Tv News

પાટણના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પાટણમાં ભારે વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદ બાદ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં છલોછલ પાણી ભરાયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. પાટણ જિલ્લાના 56 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સરસ્વતીના 2 ગામ, રાધનપુરના 26 ગામ, સાંતલપુરના 9 ગામ, સમીના 19 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે.

error: