આજે GST કાઉન્સીલની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન ઉપર જીએસટી લેવો કે નહી તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જો GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન પર જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાય છે તો સરકારને લાખો રૂપિયાની આવક થઈ શકે છે.
એક પોપકોર્નની ખરીદ કિંમત 100 રૂપિયા ગણીએ તો, 31 લાખ 52 હજારના 10 ટકા લેખે 3,15,200 પ્રેક્ષકો થાય. આ 3,15,200 પ્રેક્ષકો 100 રૂપિયાની કિંમતે વેચાતી પોપકોર્ન ખરીદે તો સમગ્ર દેશમાં એક દિવસમાં, 3,15,20,000 રૂપિયાની પોપકોર્ન વેચાય. આ કિંમત ઉપર સરકાર 18 ટકા લેખે જીએસટી વસૂલે તો 56,73,600ની આવક થઈ શકે છે. જો પોપકોર્ન પર ઓછા દરે એટલે કે 5 ટકાના દરે જીએસટી વસૂલે તો 15,76,000ની આવક થાય.