અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બસમાં સવાર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસના ડ્રાઈવર અને કંડકટરને પણ માથાના ભાગે ઈજા થઈ છે. રાહદારીઓના જણાવ્યા અનુસાર, કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.