Satya Tv News

બિહારના ખગડિયામાં એક ભયાનક હત્યાનો મામલો સામે આવ્યો છે જમીન વિવાદ મામલે હત્યારાઓએ સૌથી પહેલા ચાકૂથી મહિલાની આંખો બહાર કાઢી ત્યાર બાદ જીભ અને પ્રાઇવેટ પાર્ટ પણ કાપી નાખ્યો હતો.

મૃતક મહિલા બબલુ સિંહની 45 વર્ષીય પત્ની સુલેખા દેવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જમીન વિવાદમાં મહિલાની હત્યા કરવામાં આવી છે.
2014માં પણ મહિલાના પતિ બબલુ સિંહ અને દિયર કરેસિંહની જમીન વિવાદને લઈને હત્યા કરવામાં આવી હતી. ગામના ફૂલુંગ સિંહ, મહેન્દ્ર સિંહ, રાજદેવ સિંહ, શંકર સિંહ અને કુલો સિંહ પર હત્યાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ આ તમામ સામે પસરાહા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

શનિવારે સુલેખા દેવી ખેતરમાં ગઈ હતી, ત્યાં આવેલા ગુનેગારોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું, વિરોધ કરવા પર બદમાશો ખૂનના પ્યાસા બન્યાં હતા અને ક્રૂરતાની તમામ હદો પાર કરતાં મહિલાની આંખ, જીભ અને તેના સ્તન કાપી નાખ્યાં હતા. હત્યારાઓએ મહિલાનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેની સાથે ક્રૂરતા ચાલુ રાખી હતી.

આટલી ક્રૂર રીતે મહિલાની હત્યા બાદ હત્યારાઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાં હાજર ડેડબોડી જોઈને લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે હત્યાના જેમના પર આરોપ છે તે લોકોએ સુલેખાના પતિ બબૂલસિંહ અને તેના દિયરની પણ 2014માં હત્યા કરી હતી અને હવે મહિલાની હત્યા કરી. આરોપીઓને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે

error: