જી એસ ટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની સંપૂર્ણ કિંમત પર 28% GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ પર GST લાદવાના નિર્ણયની સ્પષ્ટતા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની અસર કેટલી છે અને તેનાથી કેટલી આવક થઈ શકે છે. દરેક રાજ્ય સાથે આ તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે આયાતી કેન્સરની દવા પર IGST લાગશે નહીં. એટલે કે આ દવા સસ્તી થશે. GST કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximabની આયાત પર 12 ટકા IGST વસૂલવામાં આવે છે, જેને કાઉન્સિલ દ્વારા શૂન્ય કરવામાં આવ્યું છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.
હવેથી સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થશે.બેઠક પહેલા સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો અને પીણાં પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ હતો,કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.