Satya Tv News

જબરદસ્ત ખરીદીના કારણે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 66043 અને નિફ્ટી 19566 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો છે. IT અને મેટલ શેરો બજારની ગતિમાં મોખરે છે.પરિણામો પછી, TCSના શેર 2% થી વધુ ચઢ્યા છે, જે નિફ્ટીમાં પણ ટોપ ગેનર છે. એ જ રીતે હિન્દાલ્કોનો શેર 2.2% વધીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે પાવરગ્રીડ અને મારુતિના શેર ટોપ લુઝર છે. ગઈકાલે એટલે કે 12 જુલાઈએ ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થઈ ગયા હતા. BSE સેન્સેક્સ 223 પોઈન્ટ ઘટીને 65,393 પર બંધ રહ્યો હતો.

આ પાછળનું કારણ યુએસમાં સીપીઆઈ ફુગાવાના આંકડામાં ઘટાડો હતો, જે અપેક્ષા કરતા પણ ઓછો રહેતા રાહત અનુભવાઈ છે. આ તમામ પરિબળોના કારણે અમેરિકન અને એશિયન માર્કેટમાં તેજી જોવા મળી છે.

error: