Satya Tv News

દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ આજે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત કુલ 15 આરોપીએને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે વિપુલ ચૌધરી આગામી ચૂંટણી નહીં લડી શકે. આ કેસમાં કોર્ટે તમામ 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, અને વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વિપુલ ચૌધરી રાજ્ય સરકારમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ખાસ વાત છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થયો હતો.

error: