ગોદરેજ કંપનીએ કેમિક્લયુક્ત પાણી જાહેરના છોડ્યું
નલધરી ગામમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા
કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ચકાસણી હાથ ધરી
ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ લેખિતમાં રજૂઆત
વાલિયાની ગોદરેજ કંપનીએ જાહેરમાં કેમિક્લયુક્ત પાણી છોડતાં નલધરી પાસે ફીણના ગોટેગોટા જોવા મળતા જી.પી.સીબીએ સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદમાં ગોદરેજ કંપનીમાં કેમિકલવાળુ પાણી વરસાદી કાસમાં છોડવામાં આવે છે ,જેના કારણે નલધરી ગામ નજીક નીકળતું કોતરમાં સફેદ ફીણના ગોટેગોટા સહિત કેમિક્લ યુક્ત કાળુ પાણી દુર્ગંધ મારતું જોવા મળ્યું હતું. કંપનીની દિવાલ નજીક સ્મશાનની બાજુમાં આવેલ વરસાદી કાસ અને મોટા ભૂંગળાની ટાંકીમાંથી આખું ભરાયને પાણી છોડવામાં આવી રહ્યું હતું.કેમિકલયુક્ત પાણીની જાણ જીપીસીબી અંકલેશ્વરના મુખ્ય અધિકારી વિજય રાખોલિયાને કરતા તેઓ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા .અને કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલી તપાસ હાથ ધરી છે.આ અગાઉ પણ ગ્રામજનો અને જાગૃત નાગરિકો હવા પ્રદુષણ અને પ્રદુષણ અંગે લેખિતમાં રજૂઆત કરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા