Satya Tv News

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે ઉદ્દઘાટન
નર્મદા જિ.પં.પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરાયું
ખેડૂતોને મિલેટ,પોષક આહાર વિશે આપી માહિતી
450 ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ લીધો ભાગ
નર્મદા લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ રહ્યા હાજર

દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રીન હબ ફાઉન્ડેશન આયોજીત આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે કોમન યુટીલિટી સેન્ટરનું ઉદ્દઘાટન નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીનાં કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલ ખેડૂતોને મિલેટ અને પોષક આહાર વિશે ઓનલાઇન માધ્યમથી માહિતી આપી હતી. ડૉ.એન.એમ.ચૌહાણ દ્વારા કૃષિ યુનિવર્સિટીનું મિલેટ્સ અને કૃષિ યાંત્રિકીકરણ થકી મહિલાઓમાં સંશક્તિકરણ બાબાતોમાં સૂચનો કર્યા હતા. તેમજ ડૉ.દિગવિજય સિંહ મેગાસીડનાં સહ પ્રાધ્યાપક દ્વારા કઠોળ પાકોનું મહત્વ અંગે માહિતી આપી હતી. સુનિલ ત્રિવેદી દ્વારા આદિવાસી વિસ્તારોમાં હલકા ધાન્ય પાકો અંગે ખેડૂતોને અનુભવો જણાવ્યા હતાં. કે.વી.કે.નાં વડા ડૉ પી.ડી. વર્માએ પોષક અનાજ મિલેટ પ્રોસેસિંગ એકમની ખેડૂતોને વેચાણ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને વધુ ભાવ મળે તે અંગે માહિતી આપી હતી. તેમજ ભાજપ નાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શંકર વસાવા દ્વારા પણ આદિવાસી ભાષામાં આદિવાસી ખાણું વિશે લોકો ને માહિતગાર કરાયા હતા, ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુંષા વસાવા દ્વારા તમામ બહેનોને આદિવાસી ધાન્ય પાકો વિશે માહિતી આપી હતી. અને ડૉ.વિનોદ કૌશિક દ્વારા પોષક આહાર વિશે માહિતી આપી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા 

error: