NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ
ડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શન
પ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર
ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
નર્મદા: દેડીયાપાડા ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડો.અનિલા પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ. અને નાસકોમ ફાઉન્ડેશન દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ અને નાણાકીય લીટરસી’ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુખ્ય વક્તા તરીકે મહેશ વાઘેલા અને ભરત વસાવા એ ડિજિટલ લાઈબ્રેરી અને ઈ-ગવર્નેસ, સાઇબર ક્રાઇમ અને સીક્યુરીટી અંગે વિદ્યાર્થીઓની માહિતગાર કર્યા હતા. જેમાં વિનયન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહ ના પ્રથમ અને દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ તેમજ તમામ કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા