Satya Tv News

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા છે. એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પાંડેસરા અને ઉધના વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. પોલીસે બંને મેડિકલ સ્ટોર પર દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી નશાકારક સીરપની બોટલ તેમજ ટેબલેટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા જયવીર મેડિકલ સ્ટોર એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ પર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહકને મોકલયો હતો જ્યાં સંચાલક વિજયભાઈ સોમાભાઈ પટેલે કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી નશાકારક સિરપની ૧૪ બોટલ તેમજ નશાકારક ૨૬૩૯ નંગ ટેબલેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

error: