Satya Tv News

સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન મુદ્દે 2 અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે બોલાચાલીમાં બંને પક્ષના લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બંને જૂથોએ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે સામસામે હુમલો કર્યો હતો. સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ તરફ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા 7થી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

error: