Satya Tv News

ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની ઊંચાઈ પર છોડાયું
ધરતી અને ચંદ્રનાં 5-5 ચક્કર લગાવશે
આશરે 42 દિવસો બાદ ચંદ્રયાન લેન્ડિંગ કરશે

Chandrayaan-3 સફળતાપૂર્વક લૉન્ચ થઈ ચૂક્યું છે. 23-24 ઓગસ્ટની વચ્ચે કોઈપણ સમયે ચંદ્રયાન ચંદ્રમાનાં દક્ષિણી ધ્રુવ પર મેંજિનસ-યૂ ક્રેટરની પાસે ઊતરશે. ચંદ્રયાન-3ને LVM3-M4 રૉકેટે 179 કિલોમીટર પર છોડ્યું છે. હવે આગળની યાત્રા ચંદ્રયાન-3એ પોતે કરવાની રહેશે. વૈજ્ઞાનિકો અનુસાર તેને ચંદ્રમા પર પહોંચવામાં આશરે 42 દિવસો લાગશે.LVM3 રોકેટે ચંદ્રયાન-3ને જે ઓર્બિટ પર છોડ્યું છે તે 170x 36500 કિલોમીટરવાળી અંડાકાર જિયોસિંક્રોનસ ટ્રાંસફર ઓર્બિટ છે. ચંદ્રયાન-2નાં સમયમાં 45,575 કિલોમીટરની કક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ વખતે આ કક્ષા એટલા માટે પસંદ કરવામાં આવી છે જેથી ચંદ્રયાન-3ને વધુ સ્થિરતા પ્રદાન થઈ શકે.

ઈસરોનાં એક વૈજ્ઞાનિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે 170×36500 કિલોમીટરવાળી અંડાકાર જિયોસિંક્રોનસ ટ્રાંસફર ઓર્બિટની મદદથી ચંદ્રયાનનું ટ્રેકિંગ અને ઑપરેશન વધુ સરળતાથી કરી શકાશે. ચંદ્રમાની તરફ મોકલવાથી પહેલાં ચંદ્રયાન-3 ધરતીની ચારેય તરફ 5-5 ચક્કર લગાવશે. દરેક ચક્કર પહેલા ચક્કર કરતાં વધુ મોટો રહેશે.

ચંદ્રયાન-3ને ટ્રાંસ લૂનર ઈંસરશન કમાન્ડ આપવામાં આવશે જે બાદ ચંદ્રયાન-3 સોલર ઓર્બિટની યાત્રા કરશે. 31 જૂલાઈ સુધી તે TLI પૂર્ણ કરી લેશે. આ બાદ ચંદ્રમા આશરે સાડા પાંચ દિવસો સુધી ચંદ્રમાની તરફ યાત્રા કરશે. ચંદ્રમાની બાહરી કક્ષામાં તે પાંચ ઑગસ્ટની આસપાસ પ્રવેશ કરશે.

ચંદ્રયાન-3 ચંદ્રમાની 100×100 કિલોમીટરની કક્ષામાં જશે. આ બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન પ્રોપ્લશન મોડ્યૂલથી અલગ થશે. તેને 100 કિમી x 30 કિમીની અંડાકાર કક્ષામાં લઈ જવાશે. 23 ઑગસ્ટનાં ડીબૂસ્ટ એટલે કે ગતિ ધીમી કરવાનો કમાન્ડ આપવામાં આવશે. જે બાદ ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટી પર લેન્ડ કરશે.

વિક્રમ લેંડરનું એન્જિન પહેલા કરતાં વધુ શક્તિશાળી છે. પહેલા જે ભૂલો થઈ હતી તેમાં સૌતી મોટાં કારણોમાંનું એક હતો કેમેરા જે છેલ્લા ચરણમાં એક્ટિવ થયું હતું. તેથી આ વખતે તેને સુધારવામાં આવ્યું છે. આ દરમિયાન વિક્રમ લેંડરનાં સેંસર્સ ઓછામાં ઓછી ભૂલો કરશે. અને જો કંઈ ભૂલ થશે તો તેને સુધારવા માટે વિક્રમની પાસે 96 મિલીસેંકન્ડનો સમય મળશે. તેથી આ વખતે વિક્રમ લેંડરમાં વધુ ટ્રેકિંગ, ટેલિમેટ્રી અને કમાંડ એન્ટેના લગાવવામાં આવ્યાં છે.

error: