Satya Tv News

ભુજના એરપોર્ટ રોડ પર સેવનસ્કાય બંગ્લોઝ ડીમાર્ટ મોલ પાછળ રહેતા સ્ટેલાબેન કશ્યપભાઇ બુચએ મોબાઇલમાં એપ મારફતે ઝોેમેટોમાંથી ફૂડ મંગાવ્યું હતું. જે ૨૪ કલાક સુધી ન આવતાં ગુગલ એપમાંથી સર્ચ કરીને નંબર મેળવ્યા પછી ફોન કરી નાણા પરત માંગ્યા હતા. જેમાં સામે ફોનાધારકે રૃપિયા પરત મળી જવાનું કહીને મેસેજ કરી તેમાં આવેલો ઓટીપી આપવાનું કહેતા ફરિયાદી મહિલાએ ઓટીપી નંબર આપ્યા બાદ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ૮૬,૨૩૨ ઉપડી ગયા હતા. જેાથી ફરિયાદીએ બેન્કમાં ફોન કરી તપાસ કરતાં આ નાણા યુનિયન બેન્ક ખાતાધારકના એકાઉન્ટમાં ટ્રાન્ફર થયા હોવાનું જાણવા મળતાં ભોગબનાર મહિલાએ એ ડિવિઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

error: