Satya Tv News

ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે, વળી, તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રૉસેસ પણ કરવામાં આવી છે.

error: