મહારાષ્ટ્રના બુલઢાણામાં ચાકૂની ધાકે ૩૫ વર્ષીય મહિલા પર આઠ આરોપીએ ગેંગરેપ કર્યો હતો. મંદિર નજીક સેલ્ફી લેવા રોકાયેલી મહિલા અને તેના સંબંધી મિત્રની મારપીટ કરી રૃા.૪૫ હજાર લૂંટી લીધા હતા.તેઓ મહિલાને થોડીદૂર લઇ ગયા હતા. જ્યાં એક પછી એક આઠ નરાધમે મહિલાને પોલીસની વાસનાનો ભોગ બનાવી હતી.
ત્યારપછી આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. ફરિયાદીએ તેમનો પીછો કર્યો હતો. આરોપી નજીકમાં આવેલા મોહેગાવ તરફ ગયાહતા.આ બનાવની માહિતી મળતા જ વિધાનસભ્ય સંજય ગાયકવાડ બોરાખેડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. તેમણે આરોપી સામે તરત જ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જમા થઇ ગયા હતા.
મહિલાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તેની તબીયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.