સીમા હૈદરના છે 4 બાળકો
છતાં PUBG રમવા કાઢી લેતી હતી સમય
આ રીતે નેપાળથી ભારત આવી સીમા
સીમા હૈદર પાકિસ્તાનથી ભાગીને ભારત આવી ગઈ છે, અને સાથે તે પોતાના ચાર બાળકોને પણ લઈને આવી છે. તે ગ્રેટર નોએડામાં સચિન નામના શખ્સની સાથે તેના ઘરે રહે છે. બન્નેની PUBG વાળી લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. તેનું કહેવું છે કે તે ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે પ્રેમમાં પડી ગઈ હતી. પહેલા બન્ને ગેમ રમતા હતા, પછી ફોન પર વાત કરવા લાગ્યા, અને બાદમાં વીડિયો કોલ કરવા લાગ્યા. સીમાનું કહેવું છે કે સચિન તેને ભારત બતાવતો હતો ,અને તે તેને પાકિસ્તાન બતાવતી હતી.
તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સીમા જણાવે છે કે તેને સચિન સાથે કેવી રીતે પ્રેમ થઈ ગયો. પહેલા તેને પુછવામાં આવ્યું હતું, કે ભારત આવવાની તૈયારી તેણે કઈ રીતે કરી? તેના પર સીમાએ કહ્યું, “હું આમના સંપર્કમાં હતી. ગાડી વાળા સાથે, બસ વાળા સાથે પણ તેમણે જ વાત કરી હતી, કે મારી પત્ની અને બાળકો આવી રહ્યા છે. તેમને ત્યાં ઉતારી દેજો. પોખરાથી બેઠી હતી. ટિકિટ વખતે આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યું હતું. જે મારી પાસે ન હતું તો તેમણે વાત કરી કે મારી પત્ની છે ,અને બાળકોની સાથે અહીં જઈ રહી છે. બાળકો બિમાર થઈ ગયા છે. મને કામથી રજા નથી મળી રહી.”
ત્યાર બાદ સીમાને પુછવામાં આવ્યું કે કેટલો સમય ગેમ રમતા હતા. તમારા 4 બાળકો છે, તો કેવી રીતે સમય કાઢી શકતા હતા? તેના જવાબમાં સીમાએ કહ્યું, “મારા બાળકોની પાસે પોતાના અલગ અલગ ફોન હોતા હતા. તે કાર્ટૂન જોતા હતા અને અમે મોટાભાગે રાત્રે જ ગેમ રમતા હતા. અડધી રાત સુધી. દિવસમાં ઓછુ અને રાત્રે વધારે. બાળકો સુઈ જતા હતા. પછી અમે ગેમ રમતા હતા. મોડી રાત સુધી 12, 1 કે 2 વાગ્યા સુધી.”
જણાવી દઈએ કે સીમા પાકિસ્તાનથી શારજાહના રસ્તે ભારત આવી છે. તેની અને સચિનની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ બન્નેને જામીન આપવામાં આવી. પછી સીમાના પહેલા પતિ ગુલામ હેદરનો વીડિયો સામે આવ્યો. જે સાઉદી અરબમાં રહે છે. તેમનું કહેવું છે કે તેમની સાથે સીમાએ 2014માં ભાગીને લગ્ન કર્યા હતા.
પછી 2019માં તે સાઉદી અરબ જતા રહ્યા. ત્યાંથી જ પૈસા મોકલતા હતા. ત્યાં જ સીમાને પાકિસ્તાનના પોતાના ઘરને વેચીને જે પૈસા મળ્યા તેને તેણે ટ્રાવેલ પર ખર્ચ કરી દીધા.