આ મોંઘવારી વચ્ચે આજે પણ ભુજની આ હોસ્પિટલ દર્દીઓને કિડની ડાયાલિસિસ અને આંખના મોતિયાના ઓપરેશન નિ:શુલ્ક કરી આપે છે. ભુજ શહેરમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત લાયન્સ હોસ્પિટલ વિવિધ દાતાઓના સહકારથી છેલ્લા 18 વર્ષથી નિ:શુલ્ક સેવામાં કિડનીના દર્દીઓને ડાયાલિસિસ અને આંખના મોતિયાના દર્દીઓના ઓપરેશન કરે છે.
અત્યાર સુધી આ હોસ્પિટલ દ્વારા 1.60 લાખ નિશુલ્ક ડાયાલિસિસ કરવામાં આવ્યા છે.ખાનગી હોસ્પિટલોમાં એક ડાયાલિસિસનો ખર્ચ રૂ. 2 હજારથી રૂ. 2.5 હજાર જેટલો થતો હોય છે. ત્યારે ભુજની લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓની નિશુલ્ક ડાયાલિસિસ કરે છે. ફક્ત બે ડાયાલિસિસ મશીનથી શરૂઆત કર્યા બાદ આજે આ સંસ્થા પાસે 38 મશીન છે. અ અહીં દરરોજ 70 જેટલા દર્દીઓ તેનો લાભ લે છે. સેવાભાવી દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના.
આ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાની સારવાર પણ નિ:શુલ્ક કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 37 હજાર લોકોએ મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન કરાવ્યા છે.હોસ્પિટલ ખાતે નિશુલ્ક ડાયાલિસિસ અને કેટરેક્ટના ઓપરેશન ઉપરાંત રાહત દરે ડેન્ટલ સારવાર અને બહેરાશની સારવાર પણ કરવામાં આવે છે.