બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓના હલ બાબતે ચર્ચા કરી
ખેડૂતો ના વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નો માટે કિશાન સંઘ ગુજરાત ના હોદ્દેદારોનો સંપર્ક કરવા અપીલ કરાઈ
ઝઘડિયા એપીએમસી ખાતે કિશાન સંઘ ગુજરાતની તાલુકાની બેઠક યોજાઇ હતી.બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓના હલ બાબતે તેમજ ખેતીમાં ઉત્પાદન વધારવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ચર્ચા કરવામાં આવી હતી.
ઝઘડિયા એપીએમસી ખાતે ગતરોજ ઝઘડિયા તાલુકા કિશાન સંઘ ગુજરાત ની બેઠક મળી હતી.કિશાન સંઘ ગુજરાતના પ્રમુખ દેવુભા કાઠીના અધ્યક્ષ સ્થાને પરિચય બેઠક યોજાઈ હતી.આ તબક્કે ઉપસ્થિત અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ઝઘડિયા તાલુકા કિશાન સંઘના પ્રમુખ હેમરાજસિંહ ઠાકોર દ્વારા યોજાયેલ પરિચય બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતે તેમજ તેમની પાયાની સમસ્યાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે ખેડૂતોના વિવિધ વણ ઉકેલ્યા પ્રશ્નોનું ઉપરસુધી રજુઆત કરવામાં આવશે.ઉપરાંત ખેડૂતોએ હાલના સમયમાં આધુનિક પ્રધ્ધતિથી ખેતી કરવા જરૂરી જાણકારી મેળવી આગળ વધવા અનુરોધ કરાયો હતો.સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ ચર્ચા કરવામાં આવી હતી.













અત્રે ઉલ્લેખનીય છે કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે,તેથી ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો તાકીદે હલ થવા જોઇએ એવી લાગણી મિટિંગમાં વ્યક્ત કરાઇ હતી.બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ તેઓ હંમેશ ખેડૂતોના પ્રશ્નોના નિવારણ બાબતે કટિબદ્ધ હોવાનું ભારપૂર્વક જણાવાયુ હતુ.તેમજ ખેડૂતોને તેમની સમસ્યાઓ ના હલ માટે કિશાન સંઘ ગુજરાત ના તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
મિટિંગમાં કિશાન સંઘ ગુજરાતના હોદ્દેદારો નિઝામુદ્દીન મલેક,પ્રવિણસિંહ સિંધા,જીતેન્દ્રસિંહ ઠાકોર,રઘુવીરસિંહ કોસાડા,સુધીરસિંહ અટોદરીયા,નટવરસિંહ સોલંકી,કુલદિપસિંહ યાદવ,હરેન્દ્રસિંહ ખેર,ઝઘડિયા વન અધિકારી રહેવર,ધારી ખેડા સુગર ના વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર,જી.પંચાયત સભ્ય વિદ્યાબેન વસાવા,જી.પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાંસદીયા,ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્ક ના ડિરેકટર ધર્મવીરસિંહ રણા,અતુલ માંકડીયા, ઝઘડિયા એપીએમસી ચેરમેન દિપક પટેલ,પ્રગતિશીલ ખેડૂત ડૉ. પુનારા તેમજ ઝઘડિયા તાલુકા અને જિલ્લાના કિશાન સંઘના હોદ્દેદારો અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝફર ગડીમલ સત્યા ટીવી – વાગરા.