આ આતંકી પાકિસ્તાન તરફથી ઘુષણખોરી માટે મોકલવામાં આવ્યા હતા અને કાશ્મીરમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. આતંકીઓ પર ડ્રોન દ્વારા નાઇટ સર્વિલાન્સથી નજર રાખવામાં આવતી હતી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પુંછના સિંધારા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. રાત્રે 11.30 વાગ્યાથી આતંકીઓ સામે સુરક્ષાદળના જવાનોનો સામનો થયો હતો. તે બાદ ડ્રોન અને અન્ય સર્વિલાન્સ ઉપકરણોની મદદ લેવામાં આવી હતી, પછી તેમણે શોધી શોધીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યુ હતુ.
જેની પર જવાબી કાર્યવાહી કરતા સેના, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ આતંકીઓને ઠાર માર્યા હતા. સેન્યના સૂત્રોનું કહેવુ છે કે માર્યા ગયેલા આતંકીઓના સરહદ પાર કરીને ઘુષણખોરી કરવાની આશંકા છે. જોકે, અત્યાર સુધી આ આતંકીઓના શબની ઓળખ થઇ શકી નથી. એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ અથડામણ પુંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના સિંધારામાં થઇ હતી.