Satya Tv News

પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના હસ્તે આંતર રાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવશે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.

આ ગુજરાતનું સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ પણ બની જશે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. આ રનવે પર બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ લેન્ડ થઈ શકશે અને ટેક ઓફ પણ કરી શકશે. અત્યારે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ એર ટ્રાફિક રહેતો હોય છે. જ્યારે સુરત અને વડોદરા એરપોર્ટ ટૂંકા રનવે ધરાવે છે.

આ એરપોર્ટમાં સ્થાનિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ઉર્જાનો ઉપયોગ બને તેટલો ઓછો કરવામાં આવશે. હવાઈપટ્ટી, એક્ઝિટ ટેક્સી, ટ્રેક, પેસેન્જર ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ જેવી સુવિધા અહીં ઉભી કરવામાં આવી છે. એરપોર્ટ પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ લગાવવામાં આવી છે.

error: