Satya Tv News

કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તે ગેરકાયદેસર રીતે જવું. આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. જે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ બની ગયુ છે. કેનેડા માટેના 28 લોકોના બાયોમેટ્રિક એપોઈન્ટમેન્ટ લેટર વિના જ ઈસ્યુ થયા છે. અમદાવાદની વીએફએસ ગ્લોબલ કંપનીના પૂર્વ કર્મચારીએ અન્ય કર્મચારીઓ સાથે મળીને મોટું કૌભાંડ કર્યું, જેનો ભાંડો ખૂલ્યો છે.

ટ્રાવેલ એજન્ટ સાથે મળીને આ કૃત્ય આચરાયુ હતું. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતા મામલો સામે આવ્યો છે. વિએસએફ ઓફિસના કર્મચારી વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંપનીના સ્ટાફે જાણ વગર એપોઈન્ટમેન્ટ વગર લોકોને બોલાવીને બાયોમેટ્રીક અપાતા હતા. મેહુલ ભરવાડ નામનો કંપનીનો પૂર્વ કર્મચારી ટ્રાવેલ એજન્ટની મદદથી જે વ્યક્તિઓના એપોઈન્ટમેન્ટ લેટર ઈશ્યુ ન થયા હોય તેવા લોકોને બાયોમેટ્રીક અપાવીને બારોબાર હાઈકમિશનની સાઈટ પર અપલોડ કરતા હતા. જેમાં કંપનીના મેલ્વીન અને સોહિલ પણ તેમની મદદ કરતા હતા.

આ સમગ્ર કૌભાંડ માટે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે. ત્યારે આ કૌભાડમાં હજી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

error: