ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પણ હવે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેથી ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ, કેસરીદેવસિંહ ઝાલા, એસ.જયશંકર રાજ્યસભાના સાંસદ બન્યા છે. આગામી 20 જુલાઇએ ચોમાસુ સત્રમાં તમામ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યું ન હતું. જેથી ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે ભાજપ દ્વારા ડમી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે. ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ તથા પ્રેરક શાહે ડમી ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા હતા. જેમના ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે.
રાજ્યસભાની 10 બેઠકો માટે યોજાનાર ચૂંટણીનુ સત્તાવાર પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપે ત્રણ બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. ગુજરાતમાંથી રાજયસભાની ત્રણ બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ કરશે. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આખરી દિવસ હતો. પણ , ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.