Satya Tv News

સુરત શહેર પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો વાવર દેખાઈ રહ્યો છે. જેથી બે દિવસ પહેલા બે બાળકો અને મહિલાના મોત બાદ વધુ એક બાળાનું મોત નીપજ્યું છે.

પાંડેસરામાં ગણેશનગરમાં રહેતો અઢી વર્ષનો પુત્ર લક્કી તથા પાંડેસરામાં બમરોલી રોડ ભક્તિનગરમાં રહેતો 4 વર્ષીય શત્રુધ્નનું શનિવારે ઘરમાં ઝાડા ઉલ્ટી થયા બાદ મોત થયું હતું. જ્યારે હરીઓમનગરમાં રહેતા 50 વર્ષીય ઉષાબેન શુક્રવારે મોડી રાતે ઘરમાં ઉલટી થયા બાદ મોત થયું હતું.

error: