Satya Tv News

વિરોધ પક્ષોએ ભેગા થઈને જે મહાગઠબંધન બનાવ્યું તેને INDIA નામ આપ્યું અને તેમના શક્તિ પ્રદર્શન બાદ હવે NDA એ પણ વધુમાં વધુ નાના પક્ષો સાથે મળીને ગઈ કાલે શક્તિ પ્રદર્શન કર્યું. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું બંને રાજકીય ગઠબંધનોમાં નાના પક્ષોને ફક્ત તાકાત દેખાડવા માટે ભેગા કરવામાં આવી રહ્યા છે કે પછી ખરેખર ચૂંટણીમાં તેનાથી કોઈ ફાયદો પણ થશે? આ પ્રશ્ન એટલા માટે પણ ઊભો થાય છે કારણ કે બંને બાજુ જોવા મળી રહેલા નાના પક્ષોમાં ઘણા એવા પણ છે જેમના વિધાનસભા કે પછી લોકસભામાં કોઈ પ્રતિનિધિ જ નથી.

ગઠબંધનમાં નાના પક્ષોને ફાયદો
રાજકીય જાણકારોનું માનીએ તો મોટા પક્ષો સાથે ગઠબંધનમાં નાના પક્ષોને ફાયદો વધુ થાય છે. તેમને પોતાને ઊભા કરવાની તક મળે છે. જાતિ કે વર્ગ સમૂહ પર બનેલા પક્ષોના મતોની ટકાવારી કેટલાક સ્થળો પર વધુ હોય છે તથા કેટલાક પર ઓછું. આવામાં જ્યાં તેઓ પોતે નથી લડતા ત્યાં ગઠબંધનમાં સામેલ મોટા પક્ષોને કેટલાક હદ સુધી આ નાની મત ટકાવારીનો ફાયદો થાય છે. ક્યારેક ક્યારે હારજીતમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરંતુ મોટા પક્ષોને તેનાથી પણ વધુ ફાયદો એ છે કે નાના પક્ષોની સીટોનું સંખ્યાબળ છેલ્લી ઘડીએ તેમના માટે મદદગાર સાબિત થાય છે.

મોટા પક્ષો માટે નફો નુકસાન
મહારાષ્ટ્રમાં નાના પક્ષોના સૌથી વધુ 18 ટકા મત ટકાવારી છે તથા ગત લોકસભા ચૂંટણીમાં પણ આઠ નાના પક્ષોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. નાના પક્ષોની ભૂમિકા કયા પ્રકારે મોટા પક્ષો માટે નફો નુકસાનનું કામ કરે છે તેનું સારું ઉદાહરણ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (બીબીએ)નું આપવામાં આવતું હોય છે. જેણે ગત ચૂંટણીમાં એમઆઈએમ સાથે ગઠબંધન કરીને ઔરંગાબાદ સીટ પર તેના ઉમેદવારને જીતાડ્યો. પરંતુ આ વિસ્તારની ત્રણ અન્ય સીટો પર આ ગઠબંધનના કારણે મહાવિકાસ આઘાડાએ હારનો સામનો કરવો પડ્યો.

error: