બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું. જે બાદ ગામના લોકોએ યુવકોને પકડી તેમના સમાજના લોકોને બોલાવ્યા હતા. યુવકોની આ ગુસ્તાખી જોઈ સમાજના આગેવાનો પણ ગુસ્સે ભરાયા હતા. આ સમાજના આગેવાનોએ ગામલોકોની માફી માંગી આ બન્નેને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું હતું. તે બાદ બંને યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.