Satya Tv News

પાકિસ્તાનથી પોતાના પ્રેમ સચિન મીણા સાથે રહેવા માટે સીમા હૈદર નોઈડા આવી ગઈ. જેને લઈને હવે શંકા વધારે ગાઢ થતી જાય છે. ગેરકાયદેસર રીતે ઘુસણખોરીને લઈને તપાસ એજન્સીઓ સતત તેની સાથે પુછપરછ કરી રહી છે.સીમા હૈદરને શુદ્ધ હિન્દી બોલવા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. યૂપી એટીએસે સીમા સાથે એવું પણ પુછ્યુ કે તું આટલું શુદ્ધ હિન્દી કેવી રીતે બોલી શકે? તને હિન્દુ રીતિ રિવાજ વિશે કેવી રીતે ખબર પડી? સીમા હૈદરે નોઈડામાં આવેલ રબૂપુરા ગામ સુધી પહોંચવામાં ક્યા ક્યા લોકોની મદદ લીધી, તેને લઈને તે યોગ્ય જવાબ નથી આપી રહી. યૂપી એટીએસને પુછપરછમાં એક મહત્વપૂર્ણ જાણકારી મળી છે. સીમાએ અમુક સૈન્ય અધિકારીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

યૂપી એટીએસે સીમા હૈદર સાથે મંગળવારે સાંજે લગભગ 8.30 કલાક સુધી એટીએસ ઓફિસમાં પુછપરછ બાદ તેને રબૂપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા. મોડી રાતે 9 વાગ્યા સુધી સીમા હૈદરને રબૂપુરા પોલીસ ચોકીની સુરક્ષામાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ એટીએસે તેને સેફ હાઉસમાં રાખી છે. સચિન પણ તેની સાથે હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સીમા પાકિસ્તાની મહિલા છે, તે કારણે કોઈ તેના પર હુમલો પણ કરી શકે છે. એટલા માટે યૂપી પોલીસ હવે સતર્કતા રાખી રહી છે. આજે ત્રીજા દિવસે પણ સીમા હૈદર અને સચિન સાથે પુછપરછ કરી રહી છે.

યૂપી પોલીસ હવે અમુક બેન્ક ખાતા સાથે જોડાયેલ ટ્રાંજેક્શન પણ ચેક કરી રહી છે. જે સચિન અને તેના જાણકારોના છે. જાણકારી એકઠી કરી રહ્યા છે કે પાકિસ્તાનથી નીકળ્યા બાદ સીમા પાસે કુલ કેટલી રકમ હતી. શું તેણે સચિનના ખાતામાં ક્યારેય કોઈ રકમ નાખી હતી. સચિને પણ અમુક રૂપિયા સીમાને આપ્યા હતા. સિચને કેટલીય રકમ સીમાને આપી હતી. શું સીમાએ આ રૂપિયા કોઈ ખાતામાં ટ્રાંસફર કરાવ્યા હતા. અથવા શા માટે માગ્યા હતા.

error: