Satya Tv News

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ, સુરેન્દ્રનગરના સાયલામાં 28 વર્ષીય યુવકની કરાઈ હત્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ કરપીણ હત્યા કરાયા બાદ આજે સાયલામાં 28 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યાથી સાયલામાં પટેલ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

પરિવારજનોનું કહેવું છે કે,અંગત અદાવતમાં ધમકી મળ્યા બાદ આજે ડમ્પરની અડેફેટે વિશાલનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે મૃતકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેથી ગઈકાલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પટેલ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જોકે, પોલીસે વિશાલની ફરિયાદ લીધી ન હતી અને આજે વિશાલ પર ડમ્પર ફરી વળ્યું છે. પોલીસે ફરિયાદ ધ્યાને ન લેતા ઘટના બની હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો. જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો.

તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ રેન્જ આઈજી દ્વારા આ કેસમાં SITની રચના કરીને આરોપીનેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચુડા પોલીસ સ્ટેશનના બે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

error: