હવામાન ખાતા દ્વારા આજે આજે ભાવનગર, અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલી વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાએ આવતી કાલ માટે પણ આગાહી કરેલી છે જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ, કચ્છ, દમણ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે અને છૂટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 12 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ, જૂનાગઢના માળિયા હાડી માં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. જ્યારે 52 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે.