ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન,અમદાવાદ (EDIl), કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સૌજન્યથી હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ના પ્રયાસો થી શરુ કરવામાં આવેલું રોશની સુજની સેન્ટર ખાતે સુજની વણાટ કલાના કારીગરો સાથે હસ્તકલા સેતુ યોજના દ્વારા તારીખ ૧૮-૦૭-૨૦૨૩ ના રોજ ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં “શ્રી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લિ., ભરૂચ” ના પ્રમુખશ્રી રીઝવાના તાલકીન ઝમીનદાર, ઉપ-પ્રમુખશ્રી.મોહમ્મદ મૂઝકકીરભાઈ, મત્રી નિરવભાઈ સંચાણીયા અને તમામ સુજની વણાટ કલાના કારીગરો અને હસ્તકલા સેતુ યોજના તરફ થી ડિસ્ટ્રિક્ટ લીડ જીગ્નેશભાઈ પટેલ, ક્રેડિટ લિંકેજ એક્સપર્ટ પિયુષભાઈ દેશમુખ અને ડિસ્ટ્રિક્ટ પ્રોમોશન આઉટરીચ તાહિર સૈયેદ ઉપસ્થિત હતા.
ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ માં હસ્તકલા સેતુ યોજના અને ઈ.ડી.આઈ.આઈ. વિષે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ શિબિર ના માધ્યમ થી આર્ટિસનને ઉદ્યમિતા અને એમના કલાના મહત્વ ની જાણકારી આપવામાં આવી હતી. કારીગર ઓળખ કાર્ડ (આર્ટિસન કાર્ડ) વિષે માહિતી આપવામાં આવી અને તેની અરજી કરવામાં આવી હતી. સરકારશ્રી ની કારીગરો ને લગતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ડેડીયાપાડા