Satya Tv News

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તા. 19/07/2023 નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ના પ્રિન્સિપાલ ડો.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશની 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે એન.એસ.એસ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં કોલેજ માં અભ્યાસ કરતા

એફ.વાય.બી.એ.,એસ.વાય.બી.એ. અને ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓ તથા એફ.વાય.બી.એસ.સી નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વકૃત્વ સ્પર્ધામાં 8, નિબંધ સ્પર્ધામાં 14 અને ચિત્ર સ્પર્ધામાં 25 આમ કુલ 47 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકની ભૂમિકા તરીકે વકૃત્વ સ્પર્ધામાં ડો. ધર્મેશભાઈ વણકર, સંજયભાઈ પરમાર, પ્રા.કલ્પેશભાઈ માછી તેમજ નિબંધ સ્પર્ધામાં પ્રા.અશોકકુમાર ચુનીલાલ, પ્રા.ગંભીરભાઈ વસાવા, પ્રા.ગણેશભાઈ વસાવા, ચિત્ર સ્પર્ધામાં પ્રા.સંદીપભાઈ ગાઇન, અનિશાબેન વસાવા અને દિશાબેન ગાંધીએ નિર્ણાયક ભૂમિકા તરીકે કામગીરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર રમેશ વસાવા તથા સહાયક તરીકે ડૉ.સુરતન વસાવા, મહેશ વસાવા અને ડૉ.પ્રફુલ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: